Thursday, January 7, 2010

જાણવા જેવુ

[1] ‘પંચાગ’ એટલે શું ?



જેમાં તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને કરણ એમ પાંચ અંગોની માહિતી આપવામાં આવી હોય એને પંચાગ કહે છે. તે પરથી શુભ-અશુભ મૂહુર્તો, યોગો વગેરે વિશે વિસ્તૃત માહિતી મેળવી શકાય છે.




[2] અધિક માસ કેમ આવે ?


ચાંદ્ર વર્ષ પરથી તિથિ, કરણ, વિવાહ, વાસ્તુ વગેરે કૃત્યો તથા વ્રત, ઉપવાસ, યાત્રાનો સમય વગેરે ઠરાવાય છે. માસ નિર્ણય પણ આ વર્ષ પરથી થાય છે. ચાંદ્ર વર્ષ પ્રમાણે મહિનાઓ નક્કી થાય છે અને સૌર વર્ષ પ્રમાણે વર્ષ નક્કી થાય છે. ચાંદ્ર વર્ષ સૂર્ય વર્ષ (સૌર વર્ષ કરતાં 10 દિવસ 21 કલાક અને 20 મિનિટ 35 સેકન્ડ) નાનું છે. આ તફાવત વધીને 30 દિવસનો થવા આવે ત્યારે એક ચાંદ્ર માસ વધારી બન્નેનો મેળ રાખવામાં આવે છે. આ વધારેલા માસને અધિક માસ કહે છે.






ચાંદ્ર માસમાં સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં જાય છે. ચાંદ્રમાસ 30 દિવસ કરતા નાનો હોવાથી કોઈક વખત આગલા ચાંદ્રમાસની અમાસે સંક્રમણ થયું હોય અને બીજું સંક્રમણ બીજા માસની શુક્લ પ્રતિપદાએ થાય. અર્થાત, ચાંદ્રમાસ દરમિયાન સૂર્ય રાશિ બદલે નહિ તો તે માસને અધિકમાસ કહે છે. આથી જે માસમાં સંક્રાંતિ ન થાય અર્થાત સૂર્ય રાશિ ન બદલે તે માસને અધિક માસ કહેવામાં આવે છે. અધિક માસની પદ્ધતિ દાખલ કરવાનો આશય ઋતુમાન અર્થાત સાયન વર્ષ જોડે સંબંધ રાખવાનો છે. આમ ન હોત તો આપણા ઉત્સવો દરેક ઋતુમાં ફર્યા કરત. આ વર્ષે પ્રથમ જ્યેષ્ઠ અધિક માસ છે.




[3] પંચક અને મડાપંચક એટલે શું ?


કુંભના ચંદ્રથી શરૂ કરીને મીનના ચંદ્ર ઉતરતા સુધીના દિવસોને પંચક કહેવાય. ઘનિષ્ઠા નક્ષત્રથી રેવતી સુધીના નક્ષત્રોને પંચક કહેવામાં આવે છે. નવું મકાન બાંધવું, બળતણ લેવું, અગ્નિદાહદેવો, ઉત્તરક્રિયા કરવી, શૈયાદાન વગેરે તમામ કાર્યો તેમજ દક્ષિણ દિશાની મુસાફરી વગેરે પંચકમાં ન કરવું. વૈશાખ વદમાં જે દિવસે ચંદ્ર ઘનિષ્ઠા નક્ષત્રમાં આવે છે તે દિવસથી 9 મે દિવસે રોહિણી નક્ષત્રમાં આવે છે. આ નવ દિવસના પંચકને (બાકી આમ તો પંચક 5 દિવસ જ હોય) મડાપંચક એટલે કે ઘનિષ્ઠાવક પણ કહે છે. મડાપંચકમાં પણ શુભ કામ કરવા ઈચ્છનીય નથી.




[4] કમૂરતાં કયા થી કયા સમય દરમિયાન હોય ?


ઘનાર્ક એટલે કે માગશર-પોષ માસમાં ધનુસંક્રાંતિ દરમ્યાન, તેમજ મીનાર્ક એટલે કે ફાગણ-ચૈત્રમાં મીન સંક્રાંતિ દરમિયાન ગુજરાત, સૌરાષ્ટ્ર તથા કચ્છમાં લગ્ન ઈત્યાદિ માંગલિક કાર્યો માટે અયોગ્ય સમયને કમૂરતાં કહેવામાં આવે છે. મુંબઈ વગેરે પરશુરામક્ષેત્રમાં હોવાથી કમૂરતાંની ગણના કરવાની રહેતી નથી.




[5] ક્યા એવા અત્યંત શુભ દિવસો છે કે જેમાં પંચાગ જોવાની પણ જરૂર રહેતી નથી ?


ખાસ કરીને ચૈત્ર સુદ -1 એટલે કે ગુડીપડવો, અક્ષય તૃતિયા, વિજયાદશમી અને કારતક સુદ-1 (બેસતુ વર્ષ) આ ચાર મુહૂર્તમાં કોઈ પણ કાર્ય કરવા માટે પંચાંગ શુદ્ધિ જોવાની આવશ્યકતા નથી.




[6] વિંછુડો એટલે શું ?


હિન્દુઓમાં વિશાખા નક્ષત્રના અંતની પંદર ઘડીથી જયેષ્ઠા નક્ષત્ર મળીને ત્રણ નક્ષત્ર એટલે સવા બે દિવસનો સમય વિંછુડો કહેવાય છે. આ દિવસોમાં અનુરાધા નક્ષત્રના સમયમાં શુભકાર્ય કરી શકાય છે. ઈસ્લામમાં વિંછુડાને ‘કમરદર અકરબ’ કહેવાય છે. આ વિંછુડાના દિવસો દરમિયાન તેઓ લગ્ન અથવા મુસાફરી કરવાનું યોગ્ય ગણતા નથી.




[7] તિથિ ની રચના કેવી રીતે થાય છે ?


સૂર્ય ચંદ્રનો ભોગ સરખો થાય ત્યારે અમાવાસ્યાનો અંત ગણાય છે. સૂર્ય કરતાં ચંદ્રની ગતિ વિશેષ ઝડપી હોવાથી સૂર્યથી આગળ ચંદ્ર જાય છે. આમ બંને વચ્ચે બાર અંશ અંતર પડવાને જે કાળ લાગે છે તેને તિથિ કહેવામાં આવે છે. એક ચાંદ્રમાસમાં (360/12 = 30) 30 તિથિ થાય છે. અત્રે ખાસ યાદ રાખવું કે તિથિ બદલાવાનો સમય જુદો જુદો હોય છે, પણ વાર કોઈ દિવસ મધ્યરાત્રીએ બદલાતા નથી. મધ્યરાત્રિએ માત્ર અંગ્રેજી તારીખ જ બદલાય છે. વાર સવારે સૂર્યોદય પછી જ બદલાય છે. જો આજે ગુરૂવાર હોય તો આવતી કાલના સૂર્યોદય પછી જ શુક્રવાર બેસે છે.




[8] નક્ષત્ર એટલે શું ? તે કેટલા છે ?


800 કળાએ 13 અંશ 20 કળાનો એક ભાગ – આ પ્રમાણે નક્ષત્ર મંડળના 27 ભાગ કરી તે પ્રત્યેક નક્ષત્રભાગ અને તે ભાગને ભોગવવામાં ચંદ્રને જે કાળ લાગે છે તેને નક્ષત્ર કહે છે. નક્ષત્ર 27 છે. જેના નામ આ મુજબ છે : અશ્વિની, ભરણી, કૃત્તિકા, રોહિણી, મૃગશીર્ષ, આર્દ્રા, પુનર્વસુ, પુષ્ય, આશ્લેષા, મઘા, પૂર્વા ફાલ્ગુની, ઉત્તરા ફાલ્ગુની, હસ્ત, ચિત્રા, સ્વાતિ, વિશાખા, અનુરાધા, જ્યેષ્ઠા, મૂળ, પૂર્વાષાઢા, ઉત્તરા ષાઢા, શ્રવણ, ઘનિષ્ઠા, શતભિષા(શતતારા), પૂર્વભાદ્રપદા, ઉત્તરાભાદ્રપદા અને રેવતી.




[9] યાત્રા-પ્રવાસ માટે કઈ તિથિઓ, નક્ષત્ર અને વાર શુભ ગણાય ?


તીર્થયાત્રા- પરદેશગમનને યાત્રા કહેવાય છે. સુદ 1, 4, 6, 9, 12, 14, 15 અને અમાસ નો ત્યાગ કરવો. અશ્વિની, મૃગશીર્ષ, પુનર્વસુ, પુષ્ય, હસ્ત, અનુરાધા, શ્રવણ, ઘનિષ્ઠા અને રેવતી યાત્રા વગેરે માટે શુભ નક્ષત્રો છે. ભરણી, કૃતિકા, આદ્રા, આશ્લેષા, મઘા, સ્વાતિ, ચિત્રા, વિશાખા, પૂ.ભા. અને જન્મનક્ષત્ર ત્યાગવું. બાકીના 9 નક્ષત્રો મધ્યમ છે. સોમ, ગુરુ અને શુક્રવાર શુભ ગણાય.




[10] વર્ષ કેટલા પ્રકારના છે ?


હિન્દુસ્તાનમાં વિક્રમસંવત ત્રણ પ્રકારે છે. ઉત્તર હિંદુસ્તાનમાં ચૈત્ર માસથી, કચ્છ હાલારમાં અષાઢ માસથી અને ગુજરાત કાઠિયાવાડના પ્રદેશોમાં કારતક માસથી વર્ષ બદલાય છે. મહાવીર સંવત જૈન લોકોમાં હોય છે જે કારતક સુદ 1 થી જ શરૂ થાય છે. અંગ્રેજી પ્રમાણે ઈસ્વીસન જાન્યુઆરી 1 થી શરૂ થાય છે.

સુરજદાદાનું અપહરણ એટલે સૂર્યગ્રહણ!!!


સૂરજ જાણે ખગોળશાસ્ત્રી કરતાં કવિઓનો અને વૈધોનો વધુ વિષય હોય તેમ કવિ વોલ્ટ વ્હીટમેનથી માંડીને કવિ કાંત અને સંગીતકાર રિચાર્ડ વેગનરે સૂરજના અને ચંદ્રના અહોગાન ગાયા છે. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ તો સૂરજને યાદ કરે છે ત્યારે સાથે નવોઢાને ય યાદ કરે છે.




સૂરજ રમતો ભમતો ઊગ્યો/ ઊગ્યો એવો દરિયો થઈને તેજલ રંગે છલકયો/ કોક કવિની નિશ્ચલ આંખે મૂકયો/ કે નવપરીણિતાના શયનાગારે / ચાંદરણું થઈ ઝૂકયો છે.


આપણા કવિએ કવિતામાં ખગોળને પણ આવરી નાખ્યું છે. રિચાર્ડ વેગનર હંમેશાં સંગીતની તરજો પરોઢિયે જ સૂર્યનાં કિરણો નીકળે અને એકાદ પંખી કિલકિલાટ કરે ત્યારે જ તૈયાર કરતા.


એક વખત પત્નીએ મહેણું માર્યું, ‘કેમ સવારના પહોરમાં સાવ નવરાઠંઠ બેઠા છો?’ તો રિચાર્ડ વેગનરે કહ્યું ‘હવે જો સૂરજ એનાં કિરણો કાઢે તો જ મિજાજ આવશે.’ કવિ વોલ્ટ વ્હીટમેનને ઘણા દિવસથી સૂરજદાદાના દર્શન નહોતા થયા. એક ધનપતિએ પૂછ્યું શું જોઈએ? તેમણે કહ્યું બધું છે. હવે તમે થોડા આઘા ખસો તો મને સૂરજનાં કિરણો મળે. મને કંઈ ન જોઈએ!


બુધવાર ૨૨ જુલાઈ, ૨૦૦૯ના રોજ અવકાશ લીલા જોવા સુરતમાં હો તો જોવા નીકળી જજો. ભાસ્કર અગર સવિતા એ સૂરજનાં નામો છે. સંસ્કતમાં સવિતા શબ્દને છૂટો પાડતાં સુ-વિત શબ્દ થાય તેમાં સુ એટલે પ્રેરવું. સૂરજ ઊગે એટલે પશુ, પંખી અને માનવને પ્રવૃત્તિ કરવા પ્રેરે છે. સુરતના ભૂપત વકીલ ખગોળશાસ્ત્રી હતા.


મરતાં પહેલાં કાળજાને કાપીને આપતા હોય તેમ મને સૂરજ-ચંદ્રનો મહિમા ગાતું પુસ્તક ‘જયોતિર્વિલાસ’ આપેલું. તે મરાઠી ખગોળશાસ્ત્રી શંકર બાલકષ્ણ દીક્ષિતના મૂળ પુસ્તકનો અનુવાદ હતો. તેમાં લખ્યું છે કે વેદધર્મી કે બીજા લોકો સૂર્યની પૂજા કરતા ત્યારે પિશ્ચમના વિદ્વાનો તેમની મજાક કરતા પણ જયારે સૂર્યની વિરાટતા જાણી ત્યારે બધા જ અંગ્રેજ-અમેરિકનો સૂરજ વિશે લખવા ઊમટી પડયા અને આજે આપણા કરતાં યુરોપ-અમેરિકાના લોકોને આ સૂર્યગ્રહણમાં અનેકગણો રસ પડયો છે.


ડો.જેક ચેલોનેરે ‘સ્પેસ’ નામનું પુસ્તક લખ્યું છે. તેઓ લંડનની ટીવી ચેનલના પત્રકાર છે. તે લખે છે- ‘‘આપણે બધા બડાઈ કરીએ પણ જો તમે આખું સૂર્યમંડળ જુઓ અને ખગોળ જાણો તો લાગે કે આપણે તો મીડાં કરતાંય સાવ સૂક્ષ્મ છીએ. અરે, આપણે જે પૃથ્વી ઉપર રહીએ છીએ તે પણ બ્રહ્માંડની દ્રષ્ટિએ સાવ ટપકું છે તમે માત્ર સૂરજની ગાથા ગાઈ શકો. જો વાદળાં વગરની રાત હોય તો તમે નરી આંખે રાત્રે આકાશમાં ૬૦૦૦ તારાઓ જોઈ શકો. એ પ્રકારે જો આકાશ ચોખ્ખું હોય તો દિવસમાં તમે માત્ર એક જ વિરાટ તારો જોઈ શકો એ તારો એટલે સૂર્ય.


બાપરે! સૂરજ કેટલો વિરાટ છે. આપણી પૃથ્વીના ડાયામીટર કરતાં ૧૦૯ ગણો મોટો છે. તે એટલી હદે પૃથ્વી ઉપર પ્રકાશ ફેંકે છે કે જો તેનું માપ કાઢવું હોય તો કહી શકો કે ૪૦૦૦ મિલિયન, મિલિયન મિલિયન (મિલિયન એટલે ૧૦ લાખ) જેટલા ૧૦૦ વોટના વીજળીનાં બલ્બોને પ્રકાશ આપી શકે. ૫૦૦ કરોડ વર્ષ પહેલાં સર્જનહારે સૂરજનું સર્જન કર્યા પછી તે સતત સતત થાકયા વગર આપણને પૃથ્વી ઉપર દરેક ચોરસ મીટરની ભઠ્ઠીમાં ૬૩૦૦૦૦ જેટલા ૧૦૦ વોટના બલ્બ જેટલો પ્રકાશ આપે છે.


બુધવારે આ પ્રકાશ આડું લગભગ છ મિનિટ સુધી છવાનાર આવરણ તમે સુરતની આજુબાજુનાં ગામોમાં જોઈ શકશો. પૃથ્વીથી ૯,૨૯૬ કરોડ માઈલ દૂરનો સૂર્ય જે ૪.૬ અબજ વર્ષ ‘બુઢ્ઢો’ (યુવાન) છે, તેનાં ઉપરનું ગ્રહણ જોઈ શકશો. આપણે માટે સૂરજ દેવતા છે, પણ ખગોળશાસ્ત્રી માટે તે ૯૨.૧ ટકા હાઇડ્રોજન અને ૭.૮ ટકા હિલિયમનો બનેલો વાયુ ગોળો છે, જે વાયુમાં માત્ર બે ટકા કેિલ્શયમ સોડિયમ, મેગ્નેશિયમ અને લોહતત્ત્વો છે. આવા વિરાટ ગ્રહને ખગોળશાસ્ત્રમાં બીજા તારાની માફક એક મહાન તારો જ ગણવામાં આવે છે. પણ બીજા તારા વગર જીવાય, સૂરજ વગર નહીં. બુધવારે ગ્રહણ આવે તો માત્ર છ મિનિટ જ પ્રકાશ વગર રહીશું. ડરવાની જરૂર નથી. હજી ખાસ્સા પાંચ અબજ વર્ષ સુધી સૂરજ એવો ને એવો અખંડ તપશે. ત્યાં સુધી ગ્રહણનાં નાટકો જોયા કરવાના.


એક જબ્બર અમેરિકન બુદ્ધિમંતવર્ગ આખું વર્ષ સૂર્યના કોરોના એટલે કે તેજોમંડલ, વલય અગર તેની આસપાસના પ્રભામંડળનો અભ્યાસ કર્યા કરે છે. લગભગ પોણો ડઝન મહિલાઓ જગતમાં જયાં જયાં સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ થાય તે જોવા ટૂરિસ્ટોને લઈ જાય છે. જર્મનીમાં જન્મેલી છતાં માર્ટિના પોત્શ નામની મહિલા ખગોળશાસ્ત્રના પ્રેમમાં પડી. તેની બિઝનેસ મેનેજમેન્ટની ડિગ્રી પડતી મૂકીને જયાં જયાં સૂર્યગ્રહણ થાય ત્યાં માર્ટિના તેના ખગોળપ્રેમી ટૂરિસ્ટોને લઈ જાય છે.


માસારયુએટ્સ યુનિવર્સિટીની વિલિયમ્સ કોલેજના પ્રોફેસર ડો. જેય પાસાશોફ આપણા ડો.જે.જે.રાવળની માફક ખગોળપ્રેમીઓને જગતભરની સફર કરાવે છે. ૩૦-૩૦ વર્ષથી સૂરજનો અને તેની આસપાસના કોરોનાનો અભ્યાસ કરે છે. તે ગુજરાત, મહારાષ્ટ્ર, ચીનથી માંડીને રશિયા જઈ આવ્યા છે. ૧-૮-૦૮ના રોજ તે સાઇબિરિયામાં ગયેલા. આજે તે ચીનના ગામડામાં પુગી ગયા છે.


તેને આંટી દે તેવા ખગોળશાસ્ત્રી ડો.ફ્રેડ એસ્પેનાક જેઓ હાલ ગોડાર્ડ સ્પેસ ફલાઇટ સેન્ટર (અવકાશખાતું-અમેરિકા)માં કામ કરે છે. તેમણે ૩૦૦૦ની સાલમાં જે સૂર્યગ્રહણ થશે તેની આગાહી કરી છે તેણે ૪૦૦૯ વર્ષનાં ગ્રહણોનો અભ્યાસ કર્યોછે. સૃષ્ટિ પેદા થઈ ત્યારથી આજ સુધીમાં ડો. ફ્રેડ એસ્પેનાકના કહેવા પ્રમાણે ૧૧,૮૯૮ સૂર્યગ્રહણો થયાં છે. અમેરિકાના અવકાશખાતા તરફથી તે દર સપ્તાહે અને જરૂર પડે તો રોજેરોજ ગ્રહણોનાં બુલેટીન પ્રગટ કરે છે.


તેનું નામ જ મિસ્ટર એકલિપ્સ પડી ગયું છે. આ ગ્રહણને ચીન જઈ જોયા પછી ૧-૭-૨૦૧૧ના રોજ ડો. ફ્રેડ એસ્પેનાક સ્ટીમરમાં બેસી ભારતીય મહાસમુદ્રમાંથી દેખાતું સૂર્યગ્રહણ જોશે.


આપણે પરમપિતા પરમેશ્વરની લીલા કેટલી અપરંપાર છે અને ઓબામા, કિલન્ટન કે સોનિયા તો આ વિરાટ સૂર્ય તારામંડળ અને બ્રહ્માંડ સામે કંઈ નથી તો આપણે બહુ ગુમાન કરવું નહીં. ડો. જેય પાસાશોફે પોતાની નજરે ૪૮ સૂર્યગ્રહણો જોયા છે બાકીના ટીવી અને તેના યંત્રમાં જોયા છે. તેને ‘નેશનલ જયોગ્રાફિક’ નામના પ્રતિષ્ઠિત મેગેઝિન તરફથી પ્રવાસખર્ચ અને પુરસ્કાર મળે છે. ડો. જેય પાસાશોફે અને ડો. ફ્રેડ એસ્પેનાકે વિમાનમાંથી પણ સૂર્યગ્રહણો જોયા છે.


વિમાનના એક ઉતારુએ પૂછ્યું ચાંદો અને સૂરજ એ બન્ને સરખા દેખાય છે. તેમાં મોટું કોણ? જવાબમાં ડો. પાસાશોફે કહેલું ચંદ્ર કરતાં સૂરજ ૪૦૦ ગણો વિરાટ છે. પણ તે લગભગ સરખો દેખાય છે કારણ કે ચાંદો માનવીની નજીક છે અને સૂરજ ચાંદાથી ૪૦૦ ગણો દૂર છે.


‘ધ ઓડિસી’ નામના નાટકમાં કવિ હોમરે આપણા અજ્ઞાનને કટાક્ષ કરતાં સૂર્યગ્રહણનું વર્ણન આ રીતે કરેલું ‘‘ધ સન પેરીશ્ડ આઉટ ઓફ હેવન એન્ડ એન ઈવીલ મિસ્ટર હેઝ ઓવરસ્પ્રેડ ધ વર્લ્ડ’’ અર્થાત્ (સૂર્યગ્રહણ) સૂર્યને સ્વર્ગમાંથી હાંકી કઢાયો અને ત્યારે દુનિયામાં નઠારાં તત્ત્વો ફેલાઈ ગયાં. તાત્પર્ય કે સૂર્ય માનવી માટે અનિવાર્ય છે. આજે તમે સુરત,વારાણસી કે ચીન ન જઈ શકો તો ‘નાસા’ તરફથી સૂર્યગ્રહણની જીવંત વીડિયો ઉતારાશે. તે તમે ઇન્ટરનેટ ઉપર તે દિવસે જ જોઈ શકશો.


એમ ન માનશો કે સૂર્યદેવતા બહુ શિસ્તવાળા છે તે તોફાને ચઢે તો બોકાસો બોલાવી દે છે. ડો. પાસાશોફને પૂછવામાં આવ્યું કે સૂર્યના વાયુના તોફાનો કે બીજા સમય સમયના ફેરફારોની પૃથ્વી પર શું અસર થાય છે? પાસાશોફે કહ્યું કે જયારે સૂર્યના તોફાની વાયુઓ પૃથ્વીને આફળે છે ત્યારે ખેદાનમેદાન કરી નાખે છે. તેનાં જે જે પાર્ટિકલ્સ કે ક્ષ-કિરણો પૃથ્વી ઉપર પહોંચીને ગજબનાક ઇલેકટ્રોમેગ્નેટિક કિરણો ફેલાવે છે. પૂછાયું: ‘દાખલા તરીકે’-દાખલા તરીકે, ૧૩-૩-૪૯ના રોજ મેરી કલોડ બરટ્રાન્ડ નામની કેનેડિયન ગૃહિણી કવીબેક શહેરના ઘરમાં તેના પતિ માટે નાસ્તો બનાવતી હતી.


અને એકાએક બ્લેકઆઉટ! માત્ર મેરીનાં ઘરમાં જ નહીં પણ એ સવારે કવીબેકની ૬૦ લાખ વસતી જ નહીં પણ દૂર દૂરનાં વીજળીની ગ્રીડવાળા ગામોનાં ૮૦ લાખ ઘરોની વીજળી ચાલી ગઈ. આ સૂરજનું કારસ્તાન હતું. સૂરજે છેક ૬-૩-૪૯ના રોજ અવકાશમાં તેની લીલા શરૂ કરી. તેનાં પાવરફૂલ તેજવલયોને છૂટા પાડયા અને વીજળીથી લસ્સ થયેલા કણોએ વીજળીની ગ્રીડને ધરતી પર પાયમાલ કરી. સૂરજમાંથી આ વલયો છૂટયા ત્યારે એવા પાવરફૂલ હતા કે આખેઆખો ભૂમઘ્ય સાગર ઉકળીને વરાળ થઈ જાય.


કવીબેકને શું કામ સૂરજદાદાએ ઝપટમાં લીધું? એમાં ભૂગોળનો વાંક છે. કવીબેક શહેર આખું ગ્રેનાઇટના પથ્થરો ઉપર રચાયેલું છે અને ગ્રેનાઇટ એવો પથ્થર છે કે વીજળીનો સારો વાહક નથી. અને પછી તો સૂરજની આ લીલા છેક અમેરિકા સુધી ચાલી. સ્વિડન સાથે કેનેડાની વીજળી ગ્રીડ હતી ત્યાં ન્યૂ યોર્કમાં અને છેક લંડનમાં આની અસર થઈ અને નુકસાન ગણીએ તો સૂરજની એક લીલાએ તે સમયમાં રૂ. ૩૦૦૦૦ કરોડનું નુકસાન કરી નાખ્યું. ૧૯૯૪માં ફરી આવું સૂરજનું તોફાન થતાં અમેરિકા અને કેનેડાના ટીવી સ્ટેશનો અંધારિયા થઈ ગયેલા.


ડો.પાસાશોફ કહે છે કે તેલના ભંડારો કે બીજા બળતણો ખૂટી જાય તો ફિકર નહીં. સૂરજ આપણા માટે આ ‘બળતરા’ કરે છે. ટેકનોલોજી એટલી આગળ વધી છે કે સૂરજના પોતાના ઊર્જાના સાયુજય (ફયુઝન રીએકટરો) થકી પૃથ્વીને વીજળી પૂરી પાડી શકશે.


સ્ત્રોત: ઈન્ટરનેટ

No comments: